Home> Sports
Advertisement
Prev
Next

સહેવાગે IPL અંગે કરી મોટી વાત! કેમ બેઠી CSKની દશા? જાણો ધોની અને જાડેજા વિશે શું કહ્યું

વર્તમાન આઈપીએલની સિઝનમાં સીએસકે ની ટીમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. જ્યારથી જાડેજાને ટીમની કમાન સોપાઈ છે ત્યારથી પ્રદર્શન સતત નીચે જઈ રહ્યું છે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે.

સહેવાગે IPL અંગે કરી મોટી વાત! કેમ બેઠી CSKની દશા? જાણો ધોની અને જાડેજા વિશે શું કહ્યું

Virender Sehwag on CSK: આઈપીએલ 2022માં ચાર વખત ચેમ્પિયન બનેલા ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન એકદમ ખરાબ રહ્યું. જેના કારણે હવે સીએસકે પ્લેઓફમાંથી પણ બહાર થઈ ગઈ છે. હવે રવીન્દ્રસિંહ જાડેજાનું ખરાબ પ્રદર્શન અને મહેન્દ્રસિંહ ધોનીનું પણ પ્રદર્શન સારુ ના રહ્યું. સીએસકેની ખરાબ પ્રદર્શનને જોતા દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્રસિંહ સહેવાગે મોટુ નિવેદન આપ્યું છે.

fallbacks

સીએસકે પર ભડક્યા સહેવાગ-
સીએસએકના ખરાબ પ્રદર્શનને જોતા વીરેન્દ્ર સહેવાગે જણાવ્યું કે આ વખતે ટીમના કેટલાક નિર્ણય ખોટા હતા. સહેવાગે જણાવ્યું કે ટીમને શરૂઆતથી રવીન્દ્ર જાડેજાને કપ્તાની નહોતી સોંપવા જેવી. સીએસકે અંગે સહેવાગે વધુ જણાવ્યું કે સીએસકેએ સીઝનની શરૂઆતથી એક મોટી ભૂલ કરી હતી. મહેન્દ્રસિંહ ધોનીની જગ્યાએ રવીન્દ્ર જાડેજા હવે આ ટીમની કપ્તાની કરશે. આ નિર્ણય સાચો નહોતો. આ સિવાય પણ સહેવાગે જણાવ્યું કે જો શરૂઆતમાં ધોની કપ્તાન રહેતા તો ટીમની આવી હાલ ના થાત.

વીરેન્દ્ર સહેવાગે જણાવ્યું કે સીએસકે પાસે કોઈ સ્થિર પ્લેઈંગ 11 શરૂઆતથી જ નહોતો. ગાયક્વાડ જેવો સ્ટાર બેટ્સમેન સતત ફ્લોપ થઈ રહ્યો હતો. સીએસકેના તમામ બેટ્સમેને શરૂઆતથી રન બનાવ્યા અને ત્યારથી જ ટીમ ડૂબવાની શરૂ થઈ ગઈ.

જાડેજા કઈ જ કરી ના શક્યા-
આઈપીએલ 2022 પહેલાં જ રવીન્દ્ર જાડેજાને સીએસકેનો કપ્તાન બનાવવામાં આવ્યો હતો. જાડેજાએ 8 મેચમાં ટીમની કપ્તાની કરી. જેમાં માત્ર 2 મેચમાં ટીમ જીતી હતી. બાકી 6 મેચ હારી હતી.

મોટા ભાગે કરે છે બાઉન્ડ્રી પર ફીલ્ડિંગ-
જાડેજા કપ્તાની એક્ટિવ જોવા પણ ના મળ્યા. તે ધોનીના હાથોમાં બધુ સોંપીને મોટા ભાગે બાઉન્ડ્રી લાઈન પર ફીલ્ડિંગ કરતા હતા. તેવામાં વાત તો સાફ છે કે જાડેજાની કપ્તાનીમાં કોઈ ખાસ દમ નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More